ગાંધીનગરઃ ગુજરાતની 26 બેઠકોના ઉમેદવાર ચયન પ્રક્રિયા ભાજપે પૂર્ણ કરી છે. અમદાવાદ પૂર્વ બેઠકની વાત કરીએ તો વર્તમાન સાંસદ પરેશ રાવલનું પત્તુ કપાવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે.

આ બેઠક પર ભાજપમાંથી મનોજ જોશી, સી.કે. પટેલ, અસિત વોરા અને હરીન પાઠકનું નામ ચાલી રહ્યું છે. મનોજ જોશી અભિનેતા છે. આ બેઠક પર અસિત વોરાનું નામ પણ ચાલી રહ્યું છે. તેઓ અમદાવાદના પૂર્વ મેયર છે. હરીન પાઠકની વાત કરીએ તો તેઓ અગાઉ આ બેઠક પરથી સાંસદ રહી ચૂક્યા છે. હવે કોને ટિકીટ મળે છે, તે તો સમય જ બતાવશે.