મોદી દરેક રાજ્યોમાં અનેક રેલીઓ અને સભાઓને સંબોધવાનાં છે. ભાજપનાં વરિષ્ઠ નેતા રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ અને જેટલી દ્વારા તેમના પ્રચાર પ્રવાસનો કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે. કોંગ્રેસનાં પ્રમુખ રાહુલ ગાંધી અને મહામંત્રી પ્રિયંકા ગાંધી પણ સભાઓ અને રેલીઓ ગજવી રહ્યા છે. આ વખતે રાફેલ વિમાનનો સોદો ચૂંટણી પ્રચારમાં ગાજી રહ્યો છે અને કોંગ્રેસ તેમજ વિપક્ષો આક્ષેપ કરી રહ્યા છે કે રાફેલ સોદામાં ગેરરીતિઓ આચરવામાં આવી છે ત્યારે પીએમ મોદીએ 3 દિવસ પહેલા જ ‘મૈં ભી ચૌકીદાર’ ઝુંબેશ શરૂ કરી છે.
નરેન્દ્ર મોદીએ લોકસભાની તારીખો જાહેર થઈ તે પહેલા 22 રાજ્યોમાં લોકસભાની 100 સીટો પર રેલીઓને સંબોધન કર્યું હતું. મોદી હવે જ્યાં 11 એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન થવાનું છે ત્યાં ચૂંટણી સભાઓ ગજવશે. તેઓ વીડિયો કોન્ફકરન્સ યોજીને દેશનાં વધુમાં વધુ લોકો સુધી પહોંચવા માગે છે.