સ્ક્વોડ્રન લીડરની ભૂમિકામાં જોવા મળશે આ એક્ટર, પાકિસ્તાન સાથે યુદ્ધ પર બનશે ફિલ્મ
abpasmita.in | 20 Mar 2019 08:10 AM (IST)
મુંબઈઃ એક્ટર અજય દેવગન દરેક ઝોનનરના રોલમાં એકદમ ફિટ બેઠે છે. આ જ કારણ છે કે, જ્યારે પણ તે કંઈક અલગ ભૂમિકામાં જોવા મળે છે તો દર્શકો તેની એક્ટિંગ જોવા માટે આતુર હોય છે. આ જ ક્રમમાં અજય દેવગન ટૂંકમાં જ વધુ એક શાનદાર ભૂમિકામાં જોવા મળશે. તેની જાણકારી ખુદ અજય દેવગને સોશિયલ મીડિયા પર આપી છે. આ ફિલ્મ 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલાં યુદ્ધની હશે. અજય દેવગન ઘણી વખત પોલીસ અને આર્મી ઓફિસરનાં રોલમાં જોવા મળ્યો છે. પણ આ વખતે તે વાયુસેનાનાં સ્ક્વોડ્રન લીડરની ભૂમિકામાં જોવા મળશે. અજય દેવગન સ્ક્વોડ્રન લીડર વિજય કાર્ણિકની ભૂમિકામાં જોવા મળશે. વિજય અને તેમની ટીમે 1971નાં યુદ્ધ દરમિયના ગુજરાતનાં ભૂજમાં જઇને આસપાસનાં ગામમાં રહેનારા 300 મહિલાઓની મદદ માટે બોલાવવામાં આવ્યા હતાં. જો આપને યાદ હોય તો 1997માં આવેલ જે પી દત્તાની ફિલ્મ 'બોર્ડર'માં જેકી શ્રોફની ભૂમિકા વિજય કાર્ણિકની ભૂમિકા પર જ આધારિત હતી અને યુદ્ધની પરિસ્થિતિ જોતા તે એક વિમાનને સની દેઓલની સાથે જ ગુજરાત મોકલવામાં આવે છે. આ તે જ જવાનની કહાની છે. વિજય કાર્ણિક પર આ ફિલ્મને ટી સીરીઝના ભૂષણ કુમાર બનાવવા જઇ રહ્યાં છે. વિજય જણાવે છે કે, આ હુમલામાં જો કોઇ ગ્રામિણ મહિલાનો જીવ જતો રહે છે તો આ સૌથી મોટુ નુક્શાન હોત. 'અમે તેમને સંપૂર્ણ ટ્રેનિંગ આપી હતી.'