નવી દિલ્હીઃ ચૂંટણી પંચ દ્વારા આજે લોકસભા ચૂંટણી 2019ની તારીખો જાહેર કરવામાં આવી હતી. જેમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે તેવી જાહેરાત થઈ હતી. કુલ 7 તબક્કામાં યોજાનારા મતદાન પૈકી ગુજરાતમાં ત્રીજા તબક્કામાં વોટિંગ યોજાશે.

ગુજરાતની 26 સીટો માટે 23 એપ્રિલના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાશે. જે માટે 28 માર્ચે જાહેરનામું પ્રસિદ્ધ થશે. 4 એપ્રિલ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ફોર્મ ચકાસણી 5 એપ્રિલે થશે. જ્યારે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 8 એપ્રિલ છે.

વાંચોઃ લોકસભા ચૂંટણીની તારીખો થઈ જાહેર, જાણો ગુજરાતમાં ક્યારે યોજાશે ચૂંટણી

ગુજરાત સહિત કેટલા રાજ્યોમાં યોજાશે એક જ તબક્કામાં મતદાન, જુઓ વીડિયો


ગુજરાતમાં કઈ તારીખે યોજાશે લોકસભાની ચૂંટણી, જુઓ વીડિયો


લોકસભાની ચૂંટણી કેટલા તબક્કામાં યોજાશે, ક્યારે આવશે પરિણામ, જુઓ વીડિયો