નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દેશના તમામ પક્ષો ઉમેદવારોની પસંદગી કરી તેમના નામ જાહેર કરી રહ્યા છે. કોંગ્રેસે પોતાના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. કોંગ્રેસની આ યાદીમાં 5 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કૉંગ્રેસે છત્તીસગઢ, ગોવા અને દિવ-દમણ માટે 5 ઉમેરવાદરોના નામની જાહેરાત કરી છે. કૉંગ્રેસે દિવ-દમણ બેઠક પર કેતન પટેલને ટિકિટ આપી છે.


આ પહેલા કૉંગ્રેસે 26 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં મહારાષ્ટ્રની એક બેઠક અને 25 બેઠકો પર પશ્ચિમ બંગાળના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી.

લોકસભા ચૂંટણી: કૉંગ્રેસે 26 ઉમેદવારોની વધુ એક યાદી કરી જાહેર, જાણો કોને મળી ટિકિટ