જયપુર: જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મુકાબલો છે. કિંગ્સ ઈલેવન પંજાબે રાજસ્થાન રોયલ્સને જીત માટે 185 રનનો લક્ષ્યાંક આપ્યો છે. પંજાબ તરફથી ગેઈલે આક્રમક બેટિંગ કરતા 47 બોલમાં 79 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલ 4 રને કુલકર્ણીનો શિકાર બન્યો હતો. અગ્રવાલ 22 રન બનાવી આઉટ થયો હતો. અગ્રવાલ અને ગેઈલ વચ્ચે 56 રનની ભાગીદારી નોધાઈ હતી. રાજસ્થાન તરફથી સ્ટોક્સે 2 વિકેટ ઝડપી હતી.


આ પહેલા રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.  આઈપીએલ 12માં આ બંને ટીમોની પ્રથમ મેચ છે.


અજિંક્યે રહાણેની આગેવાનીમાં રાજસ્થાન રોયલ્સની ટીમ ઘરેલૂ મેદાન પર ફાયદો ઉઠાવવાની કોશિશ કરશે. જ્યારે રવિચંદ્રન અશ્વિનની આગેવાનીમાં પંજાબની ટીમ ક્રિસ ગેઈલ અને કેએલ રાહુલ પર નિર્ભર છે.