નવી દિલ્હીઃ ચૂંટણી પંચે રવિવારે લોકસભા ચૂંટણી 2019ની તારીખો જાહેર કરી હતી. જે બાદ રમઝાન મહિના દરમિયાન ચૂંટણી પંચ દ્વારા મતદાન રાખવામાં આવ્યું હોવાથી કેટલાક પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો. જે અંગે ચૂંટણી પંચે આજે સ્પષ્ટતા કરી હતી. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, રમઝાન પૂરો મહિનો ચાલે છે, આ સ્થિતિમાં ચૂંટણી ટાળી શકાય નહીં. પંચે તારીખો નક્કી કરતી વખતે મુખ્ય પર્વ અને જુમ્માને ધ્યાનમાં રાખ્યું છે.


લોકસભા ચૂંટણીઃ જાણો ગુજરાત ચૂંટણી અંગે મહત્વની વાતો

ચૂંટણી પંચે એમ પણ કહ્યું કે, શુક્રવાર કે કોઇ ફેસ્ટિવલ દરમિયાન મતદાનની તારીખ ન આવે તેનું અમે પૂરતું ધ્યાન રાખ્યું છે. અમારી પાસે આ તારીખો બદલવાનો કે ચૂંટણી સમય ફેરવવાનો કોઇ વિકલ્પ નહોતો.


રમઝાનમાં મતદાનને લઈ ચાલી રહેલા વિવાદ વચ્ચે AIMIM નેતા અસુદ્દીન ઓવૈસીએ પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કેટલાંક લોકો કારણ વગર વિવાદ પેદા કરે છે. ચૂંટણી એક મોટી પ્રક્રિયા છે. આ લોકો મુસ્લિમોને નથી સમજતાં. એક મુસલમાન હોવાના કારણે રમઝાનમાં ચૂંટણી તારીખોનું સ્વાગત કરું છું. અમે રમઝાનમાં રોઝા રાખીશું અને વોટ પણ આપીશું.


લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં એક જ તબક્કામાં યોજાશે મતદાન, જાણો કઈ તારીખે યોજાશે ચૂંટણી

કોલકાતાના મેયર અને ટીએમસી નેતા ફિરહાદ હાકીમે કહ્યું કે, ચૂંટણી પંચના નિર્ણયનું અમે સન્માન કરીએ છીએ. અમે તેની સામે કંઈ કહેવા નથી માંગતા પરંતુ સાત તબક્કામાં થનારી ચૂંઠણી બિહાર, યુપી અને પશ્ચિમ બંગાળના લોકો માટે કઠીન હશે. એટલું જ નહીં આ ચૂંટણીમાં સૌથી વધારે તકલીફ મુસ્લિમોને જ પડશે. કારણકે વોટિંગની તારીખ રમઝાન મહિનામાં જ રાખવામાં આવી છે.  આ ઉપરાંત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાને પણ આ વિરોધ કર્યો છે. રમઝાનને લઈ રાજનીતિ ન થવી જોઈએ, બિન જરૂરી વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે.

લોકસભામાં ભાજપ-કોંગ્રેસ અને ગઠબંધનને કેટલી કેટલી મળી શકે છે બેઠકો? જુઓ શું કહે છે સર્વે?