જામનગર: આજે કોંગ્રેસમાંથી વધુ એક વિકેટ પડી છે. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામાંને લઈને જામનગરમાં રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળ્યો હતો. ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ વિધાનસભાના અધ્યક્ષને પોતાનું રાજીનામુ સોપ્યું છે.




મહત્વનું છે કે, CWCની બેઠક માટે દિલ્હીથી કોંગ્રેસના નેતાઓ ગુજરાત પહોંચી રહ્યા છે ત્યારે જ પક્ષને વધુ એક ઝટકો લાગ્યો છે. આ પહેલા ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ, માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા અને ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચુક્યા છે. છેલ્લા 4 દિવસમાં કોંગ્રેસના 3 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે.



લોકસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે ત્યારે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયા ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે.