ઇથોપિયન એરલાઇન્સનું પ્લેન ક્રેશ, 149 પેસેન્જર્સ સહિત 8 ક્રૂ મેમ્બર્સના મોત
abpasmita.in | 10 Mar 2019 03:45 PM (IST)
નવી દિલ્હીઃ ઈથોપિયન એરલાઇન્સનું એક વિમાન તૂટી પડ્યાના અહેવાલ છે. ફ્લાઇટમાં 149 પેસેન્જર્સની સાથે 8 ક્રૂ મેમ્બર્સ હતા. ફ્લાઇટમાં સવાર તમામ લોકોના મોત થયા છે. આ ફ્લાઇટ એડિસથી નૈરોબી જતી હતી. ઈથોપિયાના પ્રધાનમંત્રીએ પણ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. ઈથોપિયા એરલાઇન્સના વિમાને સ્થાનિક સમય મુજબ સવારે 8.38 કલાકે અડિસ અબાબાથી ઉડાન ભરી હતી અને સવારે આશરે 8.44 કલાકે તેને સંપર્ક કપાઇ ગયો હતો. ઇથોયિયાના પીએમે પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.