નવી દિલ્હીઃ ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. પંચ દ્વારા લોકસભા ચૂંટણી 2019ની તારીખો જાહેર કરવામાં આવી રહી છે. ચૂંટણી જાહેર થવાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. કુલ સાત તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે.  ગુજરાત, ગોવા, આંધ્રપ્રદેશ, કેરાલા, દિલ્હી, ઉત્તરાખંડ સહિત 22 રાજ્યોમાં એક જ તબક્કામાં  વોટિંગ યોજાશે. ગુજરાતમાં 23 એપ્રિલના રોજ મતદાન યોજાશે. જ્યારે  23 મેના રોજ ચૂંટણીના પરિણામો જાહેર થશે હાલની લોકસભાનો કાર્યકાળ 3 જૂનના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.  2014ની લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પણ રવિવારે કરવામાં આવી હતી.


7 તબક્કામાં યોજાશે લોકસભા ચૂંટણી

પ્રથમ તબક્કો: 11 એપ્રિલ (91 બેઠક, 20 રાજ્ય)
બીજો તબક્કો: 18 એપ્રિલ (97 બેઠક, 13 રાજ્ય)
ત્રીજો તબક્કો: 23 એપ્રિલ (115 બેઠક, 14 રાજ્ય)
ચોથો તબક્કો: 29 એપ્રિલ (71 બેઠક, 9 રાજ્ય)
પાંચમો તબક્કો: 6મે (51 બેઠક, 7 રાજ્ય)
છઠ્ઠો તબક્કો: 12મે (59 બેઠક, 7 રાજ્ય)
સાતમો તબક્કો: 19મે (59 બેઠક, 8 રાજ્ય)

પ્રથમ તબકકોઃ 18 માર્ચ 2019ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે. 25 માર્ચ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. 28 માર્ચ સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. જે બાદ 11 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થશે.

બીજો તબક્કોઃ 19 માર્ચના રોજ  જાહેરનામું પ્રસિદ્ધ થશે. 26 માર્ચ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે અને 29 માર્ચ પરત ખેંચી શકાશે. જે બાદ 18 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થશે.

ત્રીજો તબક્કોઃ 28 માર્ચના રોજ ત્રીજા તબક્કા માટે જાહેરનામું પ્રસિદ્ધ થશે. 4 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે અને 8 એપ્રિલ સુધી પરત ખેંચી શકાશે. જે બાદ 23 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થશે. ગુજરાતની 26 સીટો માટે ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે.

ગુજરાતમાં કઈ તારીખે યોજાશે લોકસભાની ચૂંટણી, જુઓ વીડિયો


ચોથો તબક્કોઃ 2 એપ્રિલના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે. 9 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે અને 12 એપ્રિલ સુધી પરત ખેંચી શકાશે. જે બાદ 29 એપ્રિલના રોજ ચોથા તબક્કાનું મતદાન થશે.

પાંચમો તબક્કોઃ 10 એપ્રિલના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે. 17 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે અને 20 એપ્રિલ સુધી પરત ખેંચી શકાશે. જે બાદ 6 મેના રોજ પાંચમા તબક્કાનું મતદાન થશે.

છઠ્ઠો તબક્કોઃ 16 એપ્રિલના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે. 23 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે અને 26 એપ્રિલ સુધી પરત ખેંચી શકાશે. જે બાદ 12 મેના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન થશે.

સાતમો તબક્કોઃ 22 એપ્રિલના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે. 29 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે અને  2 મે સુધી પરત ખેંચી શકાશે. જે બાદ 19 મેના રોજ સાતમા તબક્કાનું મતદાન થશે.

પરિણામઃ તમામ તબક્કાના વોટિંગ બાદ ચૂંટણી પંચ 23 મેના રોજ પરિણામો જાહેર કરશે.
ગુજરાત સહિત કેટલા રાજ્યોમાં યોજાશે એક જ તબક્કામાં મતદાન, જુઓ વીડિયો










90 કરોડ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ







મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ તારીખ જાહેર કરતાં જણાવ્યું હતું, બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ અમે ધ્યાનમાં લીધો છે. આ વખતે 90 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાંથી 1.5 કરોડ મતદાર પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે.  વોટ આપવા માટે 10 લાખ મતદાન કેન્દ્રો બનાવાશે. પ્રથમ વખત ઈવીએમમાં ઉમેદવારનો ફોટો પણ હશે. રાતે 10થી સવારના 6 કલાક સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ નહીં કરી શકાય. વોટર સ્લિપ મતદાનના 5 દિવસ પહેલા આપવામાં આવશે.


સોશિયલ મીડિયા પ્રચાર પર ચૂંટણી પંચ રાખશે નજર

આચારસંહિતાનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આચારસંહિતા ભંગની કરવાની ફરિયાદ નોંધાવવા માટે ચૂંટણી પંચે અન્ડ્રોઇડ એપની જાહેરાત કરી છે. 100 મિનિટની અંદર જ સંબંધિત અધિકારી આ અંગેનો જવાબ આપશે. ચૂંટણી પંચ દ્વારા હેલ્પલાઇન 1950 છે. આ નંબર પર વોટર લિસ્ટમાં નામ છે કે નહીં તે ચેક કરી શકાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થતાં પ્રચાર પર ચૂંટણી પંચ નજર રાખશે, સોશિયલ મીડિયા માટે પણ ગાઇડલાઇન નક્કી કરવામાં આવશે.




વાંચોઃ લોકસભા ચૂંટણીને લઈને કૉંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, ગુજરાતમાંથી ચાર ઉમેદવારના નામ, જાણો


આ પહેલાં ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ડો. એસવાય કુરૈશીએ ટ્વિટ કરી કેટલાંક આંકડાઓ શેર કર્યા હતા. જે મુજબ 2004માં 29 ફેબ્રુઆરી, 2009માં 2 માર્ચ અને 2014માં 5 માર્ચે શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું.  2014માં 7 એપ્રિલથી લઇને 12 મે સુધી નવ તબક્કામાં ચૂંટણી યોજાઇ હતી.