વડોદરા: ઈથિયોપિયન એરલાઇન્સ બોઈંગના 737 મેક્સ 8 એરક્રાફ્ટ રવિવારે ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં મૂળ વડોદરાના અને વર્ષોથી કેનેડામાં સ્થાયી થયેલા પરિવારના બે બાળકો સહિત 6 લોકોનાં મોત નીપજ્યાં હતા.



ટોરેન્ટોમાં સ્થાયી થયેલા પન્નાગેસ વૈદ્ય, પત્ની હંસીનીબહેન વૈદ્ય, તેમજ કેનેડામાં જ સ્થાયી થયેલી તેમની દીકરી કોશાબહેન, જમાઈ પ્રતિકભાઈ અને તેમની બે દીકરીઓ સફારી પાર્ક જોવા માટે ઈથિયોપિયન એરલાઇન્સના બોઇંગ 737 વિમાનમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન પ્લેન ક્રેશ થતાં તમામ 6 વ્યક્તિનાં મોત નીપજ્યાં હતા.



ઈથોપિયા એરલાઈન્સના વિમાને સ્થાનિક સમય મુજબ સવારે 8.38 કલાકે અડિસ અબાબાથી ઉડાન ભરી હતી અને સવારે આશરે 8.44 કલાકે તેને સંપર્ક કપાઇ ગયો હતો. ઇથોયિયાના પીએમે પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.