આણંદ: વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન મોદીએ આજે પ્રથમ હિંમતનગરમાં જનસભા સંબોધી હતી. જે બાદ સુરેન્દ્રનગર અને આણંદ ખાતે ચૂંટણીસભા સંબોધી હતી. જેમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું આણંદ સન્માન અને સ્વાભિમાનની ભૂમિ છે. વલ્લભભાઈને સરદાર બનવાની શિક્ષા આપી. વડાપ્રધાન મોદીએ અહીં અંતમાં લોકોને સંકલ્પ લેવડાવ્યો હતો. બધાને મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરાવી અને હાથ ઊંચા કરી સંકલ્પ લેવડાવ્યો હતો.

જનસભાને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું “પાંચ વર્ષ પહેલા તમારા એક વોટથી દિલ્હીની સલ્તનને બદલી નાખી અને એક ચોકીદારને બેસાડ્યો. તમારા સહયોગથી ન માત્ર સરકાર બદલી, અમે સરકારની વિચારધારા અને કામ કરવાની રીત પણ બદલી છે.”


પીએમ મોદીએ કહ્યું અમારી સરકારે મધ્યમવર્ગ માટે લોન, મકાન લેવાનું સસ્તુ કર્યું, ટેક્સ ઓછો કર્યો, વ્યાજબી ભાવે દવા મળે તે માટે કામ કર્યું, ભાજપ દરેકને સન્માન આપવાનું કામ કરે છે.

પીએમ મોદીએ કહ્યું કોંગ્રેસે 10 વર્ષ મલાઈ ખાધી, ખોટુ કરનારાનો એક એક રૂપિયાનો હિસાબ લેશે મોદી સરકાર. પીએમ મોદીએ કહ્યું કૉંગ્રેસના નામદારે એબીસીના સમાજને મને ચોર કહી દીધો, હવે કોઈ સમાજ આવું અપમાન સહન ના કરે.

કોંગ્રેસ પર આક્ષેપ કરતા પીએમ મોદીએ કહ્યું 20 હજાર એવી એજન્સીઓ જેમની પાસે કોઈ હિસાબ જ નથી, ખોટુ કરનારને મોદી સરકારે સજા આપી, 20 હજાર સંગઠનો વિદેશથી પૈસા મેળવતા હતો, હુ દેશ માટે લડુ છે મને કોઈની બીક નથી. અમે પહેલાની સરકાર કરતા ગરીબો માટે છ ગણા વધુ ઘર બનાવ્યા છે.

સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને મામલે પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસ સરદાર પટેલનું હંમેશા અપમાન કર્યું. તેમના સંસ્કારો, વિચારોને કચડવાનું કામ કરી રહી છે, સરદારનું સ્ટેચ્યુ બન્યુ તો કોંગ્રેસના પેટમાં દુખાવો થયો. આજે દુનિયામાં કોઈ પણ બાળકને પરિક્ષામાં પૂછવામાં આવે કે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા ક્યાં છે ? તો તે ભારતના ગુજરાત સ્થિત સરદાર પટેલની પ્રતિમા વિશે લખશે.


કોંગ્રેસના મેનિફોસ્ટોને લઈને કહ્યું કૉંગ્રેસ દેશદ્રેહનો કાયદો બદલવા માંગે છે, જેનાથી પત્થરબાજો મજબૂત થશે. સરદાર પટેલે દેશના એકીકરણ માટે જીવન સમર્પિત કરી દીધું અને કૉંગ્રેસ અલગાવવાદીઓને ગળે મળવા માટે બેચેન છે.

'23મીએ ભલભલાની ગરમી કાઢી નાંખવાની છે', હિંમતનગરમાં મોદીનો વિપક્ષ પર પ્રહાર

'અબ પૂરે પીછડે સમાજ કો હી ચોર કહને લગ ગયે હૈ, અરે મુઝે ગાલી દો, લેકિન....'