મુંબઈઃ લોકસભા ચૂંટણીની તૈયારી અને રણનીતિમ માટે કૉંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક અમદાવાદમાં યોજાઈ રહી છે. ગુજરાતમાં જેમ કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં ભળી રહ્યા છે તેનો ચેપ હવે મહારાષ્ટ્રમાં પણ લાગ્યો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિરોધ પક્ષના નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલનો પુત્ર સુજય વિખે પાટીલ મંગળવારે બીજેપીમાં સામેલ થઈ ગઈ છે.

વાંચોઃ કોંગ્રેસ અમરેલીમાં ‘દબંગ’ પાટીદાર યુવતીને લોકસભાની ચૂંટણીમાં ઉતારશે મેદાનમાં, જાણો વિગત

સુજય ભાજપમાં જોડાવાથી કોંગ્રેસ માટે દુવિધાભરી સ્થિતિ પેદા થઈ છે. સુજયે કહ્યું કે, મેં આજે મારા પિતા સામે ફેંસલો લીધો છે. મારા આ ફેંસલાનું મારા માતા-પિતા કેટલું સમર્થન કરશે તેની મને ખબર નથી પરંતુ બીજેપીના નેતૃત્વમાં મારી તમામ શક્તિ લગાવી દઈશ. જેથી કરીને માતા-પિતા પણ ગૌરવ અનુભવશે. સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને બીજેપી ધારાસભ્યોએ મારા આ ફેંસલાને સમર્થન આપ્યું છે.


દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, સુજય વિખે પાટીલનું નામ લોકસભાની ઉમેદવારી માટે કેન્દ્રીય સેન્સર બોર્ડને મોકલી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય સેન્સર બોર્ડ તેની ઉમેદવારી પર મંજૂરીની મહોર મારશે તેવી આશા છે.


સુજય બીજેપીમાં સામેલ થયા બાદ અહમદનગરથી અન્ય અગ્રણી નેતા પણ ભાજપમાં સામેલ થઈ શકે છે. સુજય વિખે પાટીલને કદાચ અહમદનગર લોકસભા સીટ પરથી ચૂંટણી લડાવવામાં આવી શકે છે. અહમદનગરને વિખે પાટીલ પરિવારનો ગઢ માનવામાં આવે છે અને સુજય આ પરિવારની ચોથી પેઢી છે.

વાંચોઃ હાર્દિક પટેલે કોંગ્રેસની જન સંકલ્પ રેલીના મંચ પરથી લગાવ્યા 'ચોકીદાર ચોર હૈ'ના નારા

રાહુલે પોતે પોતાના ચપ્પલ ઉંચકીને બાજુમાં મૂક્યા ને સરદારની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી, જુઓ વીડિયો



કોંગ્રેસના ધારાસભ્યનો ધડાકોઃ 'મને પણ ભાજપે ઓફરી કરી હતી', જુઓ વીડિયો