મુંબઈ: શનિવારે મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના ધામધૂમથી લગ્ન યોજાયા હતા. ત્યાર બાદ રવિવારે કપલના લગ્નનું રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. આ રિસેપ્શનમાં બોલિવૂડ સેલેબ્સથી રાજકીય અને રમત-જગતની હસ્તીઓ સામેલ થઈ હતી.



આકાશ અને શ્લોકાના લગ્ન સમયે અનેક વિધી ચાલી હતી જેની તસવીરો પણ સામે આવી હતી જોકે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં આકાશના સાસુએ તેનું નાક ખેંચતા જોવા મળ્યા હતાં. ગુજરાતી રીત-રિવાજ મુજબ થયેલા આ લગ્નમાં સામૈયા દરમિયા સાસુ મોના મહેતાએ આકાશ અંબાણીનું નાક ખેચ્યું હતું.



વીડિયોમાં જોઈ શકાય છે કે જાનૈયાઓ આકાશના નાકને ખેંચવાથી બચાવવા માટે હાથ રાખીને ઢાંકવાનો ઘણો પ્રયાસ કરી રહ્યા છે. જોકે તેમ છતાં સાસુ મોના મહેતા નાક ખેંચવા માટેનો ઉપાય શોધી કાઢે છે.