લગ્નની એક તસવીરો બહુ જ ચર્ચામાં આવી હતી અને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. મુકેશ-નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી પણ લગ્નના મૂડમાં જોવા મળ્યા હતાં.
જોકે અનંત અંબાણી એકલા નહતા તેની સાથે એક યુવતી પણ જોવા મળી હતી. અનંતની કથિત ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે જોવા મળ્યો હતો. આ ઉપરાંત અંબાણી પરિવારના ગ્રુપ ફોટોમાં પણ રાધિકા અનંત સાથે ઉભેલી જોવા મળી હતી જ્યારે નીતા અંબાણી સાથે રાધિકાએ જોરદાર ડાન્સ પણ કર્યો હતો.
મુકેશ અંબાણીના નિવાસ સ્થાન એન્ટિનિયાને ફૂલો અને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યું હતું. આકાશ અને શ્લોકાના લગ્ન જિયો વર્લ્ડ સેન્ટર ખાતે યોજાયા હતા. જોકે બધી વિધિ શરૂ થતાં અગાઉ આકાશે તેના દાદા ધીરુભાઈ અંબાણી અને નાનાને શ્રદ્ધાંજલિ આપી હતી.
આકાશની જાન એન્ટિલિયાથી બપોરે નીકળી હતી તે સમયે મુકેશ અંબાણી અને તેમનાં પત્ની નીતા અંબાણી પણ અન્ય લોકો સાથે વરઘોડામાં મન મૂકીને નાચ્યાં હતાં.
જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જુલાઈ 2018માં આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઈ થઈ હતી. શ્લોકાના પિતા રસેલ મહેતાનો ડાયમંડ બિઝનેસ છે.
નીતા અંબાણી સાથે રાધિકાએ જોરદાર ડાન્સ પણ કર્યો હતો.