અમદાવાદઃ શનિવારે રાત્રે ભાજપે લોકસભાની બેઠકો માટે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી હતી. જેમાં ગુજરાતની 15 બેઠકોના ઉમેદવાર જાહેરા કર્યા છે.  પસંદગીની કવાયત દિવસો સુધી લંબાઈ હતી અને મુખ્યમંત્રી સહિતના નેતાઓએ વારંવાર દિલ્હી પહોંચ્યા હતા અને ઉમેદવારોની પસંદગીમાં ભાજપ મોટો ધડાકો કરશે એવી ધારણા મંડાઈ રહી હતી.




જોકે ભાજપે કોઈ જોખમ લેવાનું ટાળીને જાહેર કરેલી 15 બેઠકો પૈકી 14 બેઠકો પર જૂના ઉમેદવારો રિપીટ કર્યાં છે. ગાંધીનગરની બેઠક માટે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉમેદવારી અગાઉ જાહેર થઈ ચૂકી છે, જે પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડશે. ગાંધીનગર બેઠક પર અડવાણીનું પત્તું કાપી નાખ્યું છે.



આ ઉપરાંત સુરેન્દ્રનગર બેઠક પર પણ નવો ચહેરો જોવા મળ્યો છે. 2014માં ભાજપે દેવજી ફતેહપરાને ટીકિટ આપી હતી જેમનો વિજય થયો હતો જોકે આ વખતે ભાજપે તેમનું પત્તું કાપી નાખ્યું છે. તેમની જગ્યાએ ડો. મહેન્દ્રભાઈ મુંજપરાને ટીકિટ આપી છે.