નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાની 59 બેઠકો પર કાલે મતદાન યોજાશે. આ તબક્કામાં સાત રાજ્યોની કુલ 59 લોકસભા બેઠકો સામેલ છે. આ તબક્કામાં બિહારની 8, હરિયાણાની 10, ઝારખંડની 4, મધ્યપ્રદેશની 8, ઉત્તરપ્રદેશી 14, પશ્ચિમ બંગાળની 8 અને દિલ્હીની સાત લોકસભા બેઠકો પર મતદાન થશે.
આ તબક્કામાં સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવ, મેનકા ગાંધી, દિગ્વિજય સિંહ, જ્યોતિરાદિત્ય સિંઘિયા, અજય માકન, મિનાક્ષી લેખી, ગૌતમ ગંભીર સહિતના ઉમેદવારોની કિસ્મત દાવ પર છે.
છઠ્ઠા તબક્કામાં ઉત્તરપ્રદેશની 14 લોકસભા બેઠકો પર મતદાન થશે. જેમાં આજમગઢ, જૌનપુર, સુલ્તાનપુર, પ્રતાપગઢ, આંબેડકર નગર, શ્રાવસ્તી, ફૂલપુર, ઈલાહાબાદ, ડોમરિયાગંજ, બસ્તી, સંત કબીર નગર, લાલગંજ, મછલીશહર અને ભદોહી બેઠક પર મતદાન થશે. હરિયાણાની 10 બેઠકો પર મતદાન થશે. બિહારની આઠ બેઠકો મતદાન થશે. જેમાં પશ્ચિમ ચંપારણ, પૂર્વી ચંપારણ, વાલ્મીકિ નગર, શિવહર, વૈશાલી, ગોપાલગંજ, સીવાન અને મહારાગંજ બેઠક સામેલ છે.
લોકસભા ચૂંટણી: 7 રાજ્યોની 59 બેઠકો પર કાલે મતદાન, આ દિગ્ગજ નેતાઓના ભાવી થશે નક્કી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 May 2019 09:34 PM (IST)
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાની 59 બેઠકો પર કાલે મતદાન યોજાશે. આ તબક્કામાં સાત રાજ્યોની કુલ 59 લોકસભા બેઠકો સામેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -