નવી દિલ્હીઃ દેશમાં આજે લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું વોટિંગ થઈ રહ્યું છે. તાજેતરમાં પીળી સાડી પહેરેલી મહિલા પોલિંગ ઓફિસરનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ હવે વાદળી ડ્રેસ પહેરેલી લેડી પોલિંગ બૂથ ઓફિસર પણ ચર્ચાનો વિષય બની છે.



મળતી માહિતી મુજબ વાદળી રંગનો વન પીસ ડ્રેસ પહેરેલી લેડી પોલિંગ ઓફિસર ભોપાલ લોકસભા અંતર્ગત આવતી ગોવિંદપૂરા વિધાનસભાના કોઇ બૂથ પર ડ્યૂટીમાં છે. લેડીના હાથમાં જે બોક્સછે તેના પર 154 લખેલું છે. જે ગોવિંદપુરા વિધાનસભાનો નંબર છે. ત્યાંના સ્થાનિક અખબારોમાં પણ આ મહિલાનો ફોટો છાપવામાં આવ્યો છે.



ટ્વિટર પર આ મહિલાની સાથે લખવામાં આવ્યું છે કે, આજે ભોપાલને જે બૂથ પર આ મહિલા અધિકારી હશે ત્યાં 100ટકા વોટિંગ પાક્કું, અરે હવે વોટ કરવા બહાર નીકળો ભોપાલવાસીઓ.



થોડા દિવસો પહેલા પીળી સાડી પહેરેલી મહિલા ઓફિસરનો ફોટો વાયરલ થયો હતો, હવે આ મહિલા ઓફિસરની તસવીરને સોશિયલ મીડિયા પર ચર્ચા થઇ રહી છે.

લોકસભા ચૂંટણીઃ છઠ્ઠા તબક્કામાં 3 વાગ્યા સુધીમાં 46.52% વોટિંગ, કોહલી અને ગંભીરે કર્યું મતદાન

પીળી સાડીવાળી બ્યુટીફુલ મહિલા અધિકારી કોણ છે? જાણો સાચું નામ શું છે