નવી દિલ્હીઃ વારાણસી લોકસભા સીટ પર વડાપ્રધાન મોદી સામે કોંગ્રેસમાંથી કોણ મેદાનમાં ઉતરશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. પહેલા આ સીટ પર પ્રિયંકા ગાંધી લડશે તેવી અટકળો થતી હતી પરંતુ કોંગ્રેસે આ હાઇ પ્રોફાઇલ સીટ પરથી અજય રાયને ઉમેદવાર જાહેર કર્યા છે.

અજય રાય વર્ષ 2014માં પણ મોદી સામે ચૂંટણી લડ્યા હતા. પરંતુ તે વખતે રાય તેમની ડિપોઝિટ પણ બચાવી શક્યા નહોતા.

પ્રિયંકા ગાંધીની વારાણસીથી ચૂંટણી લડવા માટે હા હોવા છતાં પાર્ટીએ તેમ ન કરીને ફરીથી એક વખત પૂર્વ ધારાસભ્ય અજય રાય પર ભરોસો વ્યક્ત કર્યો છે.


આ ઉપરાંત ગોરખપુર સીટ પરથી કોંગ્રેસે મધુસુદન તિવારીને ટિકિટ આપી છે. ગોરખપુરથી ભાજપે અભિનેતા રવિકિશનને ઉમેદવાર જાહેર છે.


PM મોદીનો આજે વારાણસીમાં રોડ શો, સાંજે કરશે ગંગા આરતી

સચિન તેંડુલકરને BCCIએ ફટકારી નોટિસ, જાણો શું છે મામલો

વર્લ્ડકપ માટે ખાસ તૈયારીમાં લાગ્યો ટીમ ઈન્ડિયાનો આક્રમક બેટ્સમેન, ક્રિકેટ વિશ્વના બે પૂર્વ દિગ્ગજ કેપ્ટન પાસેથી લઇ રહ્યો છે ટિપ્સ