આણંદઃ ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદમાં ચૂંટણી સભાને સંબોધી હતી. આણંદમાં ચૂંટણી સભાને સંબોધન બાદ અંતમાં વડાપ્રધાન મોદીએ હાજર રહેલા તમામ લોકોને મોબાઈલમાં લાઈટની ફ્લેશ ચાલુ કરાવી અને  હાથ ઊંચા કરી સંકલ્પ લેવડાવ્યો હતો. જેમાં મોદીએ લોકો પાસે “ઘર ઘર મે હે ચોકીદાર, ભ્રષ્ટાચારીઓ હોશિયાર, ભગોડો પર કાનૂન કી માર, બંધ હુઆ કાલા કારોબાર, દેશદ્રોહીઓ પર કડા પ્રહાર, આતંક પર થઈ રહ્યો છે ખરો વાર, દુશ્મન હોજા ખબરદાર, ઘુસપેઠીઓ ભાગે સીમા પાર, તૂટેગી જાતપાતગી દીવાર, વંશવાદકી હોગી હાર સંકલ્પ લેવડાવ્યો હતો.”