નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ આજે પાંચમું લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં ભાજપે 46 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ગુજરાતમાં ભાજપે જાહેર કરેલા ઉમેદવારો પૈકી મોટાભાગના ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા છે. ગુજરાતના આજે 15 સાંસદોનું લિસ્ટ જાહેર થયું હતું. ગાંધીનગરથી અમિત શાહના નામની જાહેરાત પહેલા જ કરવામાં આવી હતી. આમ ગુજરાતમાં 26માંથી 16 સાંસદોની ટિકિટ નક્કી થઈ ગઈ છે. ભાજપ અત્યાર સુધીમાં 286 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી ચુકી છે.
ગુજરાતમાંથી કોને કોને મળી ટિકિટ
કચ્છથી વિનોદ ચાવડા, સાબરકાંઠાથી દિપસિંહ રાઠોડ, અમદાવાદ પશ્ચિમથી કિરીટ સોલંકી, રાજકોટ મોહનભાઈ કુંડારિયા, જામનગર પૂનમ માડમ, અમરેલીથી નારણ કાછડિયા, ભાવનગરથી ભારતીબેન શિયાળ, ખેડાથી દેવુસિંહ ચૌહાણ, દાહોદ(એસટી)થી જસવંતસિંહ ભાભોર, વડોદરાથી રંજનબેન ભટ્ટ,, ભરૂચથી મનસુખ વસાવા, બારડોલી(એસટી) પ્રભુભાઈ વસાવા, નવસારી સીઆર પાટિલ, વસલાડ (એસટી) કે.સી. પટેલ, સુરેન્દ્રનગરથી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાને ટિકિટ આપવામાં આવી છે.