અમૃતસરઃ લોકસભા ચૂંટણી 2019માં ભારતીય જનતા પાર્ટી ટીમ ઈન્ડિયાના ક્રિકેટર હરભજન સિંહ સાથે અમૃતસર સીટ પરથી ચૂંટણી લડવા માટે વાતચીત કરી રહી છે. ભાજપને આ સીટ પર મજબૂત અને લોકપ્રિય ચહેરો મળી રહ્યો નથી. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, હરભજન સાથે વાતચીત થઈ રહી છે. આ દરમિયાન હરભજન સિંહે પણ કહ્યું કે, ભાજપે તાજેતરમાં જ અમૃતસર સીટ પરથી ચૂંઠણી લડવા માટે તેનો સંપર્ક કર્યો હતો પરંતુ હજુ સુધી કંઈ નક્કી થયું નથી. હું હજુ સુધી ભાજપના કોઇ ટોચના નેતાને મળ્યો નથી.

હરભજને કહ્યું, રાજનીતિમાં સામેલ થવાનો આ યોગ્ય સમય છે કે નહીં તેની મને ખબર નથી. જો હું ચૂંટણી લડવા માટેનું મન બનાવું તો પણ તૈયારીઓ માટે સમય ઘણો ઓછો છે. યુવાઓમાં લોકપ્રિય ચહેરા તરીકે હરભજન ભાજપના સમીકરણોમાં પૂરી રીતે ફીટ બેસે છે.

ભાજપના વરિષ્ઠ નેતાના જણાવ્યા મુજબ, અમારી પાસે આ સીટ પર કોઈ સ્થાનિક ચહેરો નથી. 2014ની લોકસભા ચૂંટણીમાં અરૂણ જેટલી અહીંયા કેપ્ટન અમરિંદર સિંહ સામે હારી ગયા હતા. પંજાબ સરકારના વર્તમાન મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ કોંગ્રેસમાં સામેલ થયા પહેલા ત્રણ વખત ભાજપની સીટ પરથી અહીંયા ચૂંટણી જીત્યા હતા.

લોકસભા ચૂંટણી 2019 કોંગ્રેસ જાહેર કર્યું ચોથું લિસ્ટ, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ

ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ ખોલ્યું કરિયરનું સૌથી મોટું રહસ્ય, કહ્યું- ધોનીએ બચાવી મારી કારકિર્દી

ટૂંકા કપડાંના કારણે ટ્રોલ થતી બોલીવુડની હોટ એક્ટ્રેસે કહ્યું- ટૂંકા કપડાં પહેરીને અમે.........

મુખ્યમંત્રીના ઘરે વડોદરા બેઠક પર કોને લડાવવી ચૂંટણી તેને લઇને ચર્ચા, જુઓ વીડિયો