નવી દિલ્હીઃ ભારતીય ટેસ્ટ ટીમના સીનિયર ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ ભૂતપૂર્વ કેપ્ટન ધોનીના વખાણ કરતાં કહ્યું છે કે, માહી ભાઈએ ઘણી વખત ટીમમાંથી મારી હકાલપટ્ટી અટકાવીને મને સતત આગળ વધવાની તક પુરી પાડી છે. તેના પ્રયાસોને કારણે આજે પણ હું ભારતીય ટીમનો એક હિસ્સો છું. કોહલીએ પણ મારો ઉત્સાહ વધાર્યો છે. કોહલી પણ મને આવીને કહેતો હોય છેકે, હું જાણું છું કે તું થાકી ગયો છે, કંટાળી ગયો છે, પણ ટીમના સિનિયર સભ્ય તરીકે તારે વધુ મહેનત કરવી જ પડશે.

ઈશાંત આઈપીએલમાં દિલ્હીની ટીમ તરફથી રમવા ઉતરવાની તૈયારી કરી રહ્યો છે. જોકે તેને હવે લોકો ટેસ્ટ સ્પેશિયાલીસ્ટ બોલર માનવા માંડયા છે અને આ કારણે મર્યાદિત ઓવરોની મેચોમાં તેને ખાસ તક મળતી નથી. જોકે વર્લ્ડકપમાં રમવાનું સ્વપ્ન ઈશાંતની આંખોમાં પણ છે.તેણે કહ્યું કે, ખેલાડીએ ઘણી વખત લોકોની માન્યતાનો પણ સામનો કરવો પડતો હોય છે. હું ટેસ્ટ બોલર છું તેવી માન્યતા લોકોમાં ક્યાંથી આવી તેની  મને ખબર જ નથી. જોકે હું તે વિશે ખાસ વિચારતો નથી. હું આઇપીએલને એક તક તરીકે જોઉં છું. જો હું સારો દેખાવ કરીશ તો વર્લ્ડકપની ટીમમાં સ્થાન મેળવવા માટેની દાવેદારી રજુ કરી શકીશ.

ધોની સાથે સરખામણીને લઈ રિષભ પંતે શું કહ્યું ? જાણો વિગત

દિલ્હીના ફાસ્ટરે જણાવ્યું કે, પહેલાં હું માત્ર સારી બોલિંગ કરવા તરફ ધ્યાન આપતો હતો. હવે મારું ધ્યાન વિકેટ ઝડપવા પર વિશેષ રહે છે. તેના આધારે હું લોકોનો મારા તરફનો દ્રષ્ટીકોણ બદલી શકીશ.  એમસીસીએ તાજેતરમાં આઇસીસીને ભલામણ કરી છે કે, તેઓ આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં એક જ બોલ નક્કી કરે અને તેનાથી તમામ મેચો રમાડે. હાલના તબક્કે દરેક દેશનું ક્રિકેટ બોર્ડ નક્કી કરે છે કે, ટેસ્ટ મેચ કયા બોલથી રમાશે. ઈશાંતે આ નિર્ણયને આવકારતાં કહ્યું કે, આ યોગ્ય દિશામાં આગળ વધવાનું કદમ છે. ડયુક બોલથી બોલરને ફાયદો મળે છે, જે ફાયદો કૂકાબુરા બોલમા મળતો નથી. મને લાગે છે કે ટેસ્ટ ક્રિકેટની પડતીનું એક કારણ આ પણ છે.

લોકસભા ચૂંટણી 2019 કોંગ્રેસ જાહેર કર્યું ચોથું લિસ્ટ, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ