Video: ખુલ્લેઆમ ગુંડાગર્દી, ટોલ પ્લાઝા કર્મચારીને ચપ્પલથી ફટકાર્યો
abpasmita.in | 17 Mar 2019 09:58 AM (IST)
નવી દિલ્હીઃ ટોલ પ્લાઝા પર પૈસાની ચુકવણી કર્યા વગર નીકળવાની કોશિશ કરતાં હોય છે. જેના કારણે ઘણીવાર મારપીટની ઘટનાઓ બનતી હોય છે. આ ઘટનામાં તેલંગાણામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વીડિયોમાં અજાણ્યા શખ્સો ટોલ પ્લાઝા કર્મચારીને ફટકારતાં જોઈ શકાય છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ટોલ પ્લાઝાના કેશ કાઉન્ટર પર બેસેલા કર્મચારી તરફ એક યુવક ઝડપથી ધસી આવે છે અને કઇંક બોલાચાલી થતાં તે ચપ્પલથી ફટકારવા લાગે છે. ત્યાં હાજર કર્મચારીઓ આરોપી યુવકને મારપીટ કરવાથી રોકીને તેને બહાર લઇ જાય છે. આ દરમિયાન આરોપી યુવક સાથે ઉભેલો યુવક પીડિત ટોલ પ્લાઝા કર્મચારી તરફ આવીને તેને તમાચા ઝિંકી દે છે. ન્યૂઝ એજન્સી એએનઆઇ મુજબ, ટોલ પ્લાઝા કર્મચારીની ફરિયાદ પર પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી છે.