જેમાં અલ્પેશ ઠાકોરે કહ્યું કે, કોઈપણ સમાજનો વિકાસ માત્રને માત્ર શિક્ષણ થકી જ છે. ઠાકોર સમાજ શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધે તે માટે તમામ ઠાકોર સમાજના આગેવાનો એક થયા છે. ઠાકોર સમાજ દ્વારા કન્યા છાત્રાલય અને શાળા સંકુલનું આજે ખાતમૃહુત કરાયું હતું. જેમાં અલ્પેશ ઠાકોરે ધારાસભ્ય પદનો આવતો બે માસનો પગાર આપવાની જાહેરાત કરી હતી.
વાંચોઃ કોંગ્રેસના ક્યા ઠાકોર આગેવાને લોકસભા ચૂંટણી નહીં લડવાની કરી જાહેરાત, જાણો વિગત
આ ઉપરાંત અલ્પેશ ઠાકોરના નામ મામલે બે દિવસ અગાઉ પાલનપુરમાં હોબાળો મચ્યો હતો. લોકસભાની ટિકિટને લઈ ઠાકોર સમાજની બેઠકમાં કેટલાક આગેવાનોએ અલ્પેશ ઠાકોર આયાતી ઉમેદવાર હોવાનું જણાવતાં ઠાકોર સેના અને ઠાકોર સમાજ આમને-સામને આવી ગયો હતો. આ મામલે આજે અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેઓ બનાસકાંઠામાંથી ચૂંટણી લડવાના નથી અને તેઓ બનાસકાંઠાની બેઠક પર ઉમેદવાર પણ નથી. બે દિવસ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી.