ચેન્નઈ: ભારતીય જનતા પાર્ટી અને ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) આગમી લોકસભા ચૂંટણીમાં સાથે મળીને લડશે. મંગળવારે બંને પક્ષોના નેતાઓએ તમિલનાડૂ અને પુડુચેરી માટે ગઠબંધનની જાહેરાત કરી હતી. ભાજપને પાંચ લોકસભા બેઠકો આપવામાં આવી છે. અન્નાદ્રમુકના નેતા અને તમિલનાડૂના નાયબ મુખ્યમંત્રી ઓ પનીરસેલ્વમે કેંદ્રીય મંત્રી અને ભાજપના નેતા પીયૂષ ગોયલ સાથે પત્રકાર પરિષદ કરી જાણકારી આપી હતી.


પન્નીરસેલ્વમે કહ્યું, લોકસભા ચૂંટણીમાં ભાજપ પાંચ બેઠકો પર ચૂંટણી લડશે. અમે તમિલનાડૂ અને પુડુચેરીમાં સાથે ચૂંટણી લડીશું. પીયૂષ ગોયલે કહ્યું, અમે તમિલનાડૂમાં 21 બેઠકો પર યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં એઆઈડીએમકેનું સમર્થન કરશું. અમે રાજ્યમાં પન્નીરસેલ્વમ અને પલાનીસામીના નેતૃત્વમાં ચૂંટણી લડશું અને કેંદ્રમાં મોદીના નેતૃત્વમાં ચૂટણી લડશું.


આજે એઆઈડીએમકે દ્વારા પીએમકે સાથે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી. પીએમકેના સાત બેઠકો આપવામાં આવશે. પીએમકેને રાજ્યસભાની પણ એક બેઠક આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.