પટનાઃ કોંગ્રેસે લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. યાદીમાં બિહારના 1, હિમાચલ પ્રદેશના 1 અને પંજાબના 3 ઉમેદવારો મળી કુલ 5 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં થોડા કલાકો પહેલા જ ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા શત્રુધ્ન સિંહાને પણ ટિકિટ આપવામાં આવી છે.


શત્રુઘ્ન સિંહાને તેમની પટના સાહિબની સીટ પરથી કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે. હાલ શત્રુઘ્ન આ સીટ પરથી સાંસદ છે. ભાજપે આ સીટ પરથી કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને મેદાનમાં ઉતાર્યા છે.

હિમાચલ પ્રદેશના હમીરપુરથી રામલાલ ઠાકુરને મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત પંજાબના ખદૂર સાહિબથી જસબીર સિંહ ગિલ, ફતેહગઢ સાહિબથી ડૉ.અમર સિંહ અને ફરીદકોટથી મોહમ્મદ સિદ્દીકીને ટિકિટ આપી છે.


VIDEO શત્રુઘ્ને કોંગ્રેસમાં જોડાતા જ માર્યો લોચો, આ ગુજરાતી કોંગ્રેસી નેતાને ગણાવ્યા BJPની કરોડરજ્જુ

કોંગ્રેસમાં જોડાયા શત્રુઘ્ન સિંહા, કહ્યું- BJP વન મેન શો ટૂ મેન આર્મી