કેરળની કાસરગોડ સીટથી રાજમોહન ઉન્નીથન, કોઝિકોડ સીટથી એમકે રાઘવન, પલક્કડ સીટથી વીકે શ્રીકંટન, એર્નાકુલમથી હિબી ઈડન, ઈડુક્કીથી ડીન કુરિયાકોસ અને કન્નૂરથી કે સુધાકરણને સીટ ફાળવી છે.
ઉત્તર પ્રદેશની કૈરાના સીટથી હરેંદર મલિક, બિજનૈરથી ઈન્દિરા ભાટી, મેરઠથી ઓમપ્રકાશ શર્મા, ગૌતમબુદ્ધ નગર સીટથી અરવિંદ ચૌહન, અલીગઢથી ચૌધરી બ્રજેન્દ્ર સિંહ, ઘોસીથી બાલકૃષ્ણ ચૌહાણ અને હમીરપુરથી પ્રીતમ લોધીને ટિકિટ ફાળવી છે. આ ઉપરાંત છત્તીસગઢમાં સરગુજાથી ખેલસાય સિંહ, રાયગઢથી લાલજીત સિંહ રાઢિયા, જાંજગીર-ચાંપાથી રવિ ભારદ્વાજ, બસ્તરથી દીપક બૈજ અને કાંકેરથી બીરેજ ઠાકુરને ઉમેદવાર બનાવ્યા છે. અરૂણાચલ પૂર્વથી જેમેસ લોવાગંચા વાંગલેટ અને અંદામાન નિકોબારથી કુલદીપ રાય શર્માને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
આ પહેલા કોંગ્રેસ ઉત્તર પ્રદેશ તથા અન્ય કેટલાક રાજ્યો માટે ત્રણ લિસ્ટમાં 54 ઉમેદવારો જાહેર કરી ચુકી છે. જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નામ પણ સામેલ છે.