ફિરોઝાબાદ સીટ પર સમાજવાદી પાર્ટીના અક્ષય યાદવ તથા પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના સંસ્થાપક શિવપાલ યાદવ વચ્ચે ફિરોઝાબાદની સીટ પર જંગ થશે. કૌટુંબિક સંબંધમાં બંને કાકા-ભત્રીજા થાય છે. અક્ષય યાદવ રામગોપાલ યાદવનો પુત્ર છે. 2014ની લોકસભા ચૂંટણીમાં તે 1,15,000 કરતાં વધારે વોટથી જીત્યો હતો.
હાર્દિક પટેલે ટ્વિટર હેન્ડલનું નામ બદલ્યું, ભાજપના ‘ચોકીદાર’ની સામે રાખ્યું આવું નામ, જાણો વિગત
પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી દ્વારા યુપીની 31 સીટ માટે આજે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. લોકસભા ચૂંટણી 2019ને લઈને રાષ્ટ્રીય લોકદળ (આરએલડી)એ તેમના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધનના આ ઘટક દળના ભાગમાં લોકસભાની ત્રણ બેઠક આવી છે. પાર્ટીએ ત્રણે બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આરએલડીના રાષ્ટ્રીય અધ્યક્ષ અજિત સિંહ મુઝફ્ફરનગરથી ચૂંટણી લડશે. ત્યારે તેમના પુત્ર જયંત ચૌધરીને બાગપતથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મથુરાથી નરેન્દ્ર સિંહને આરએલડીએ ટિકિટ આપી છે.
ઉત્તરાખંડમાં ભાજપને મોટો ફટકો, પૂર્વ CM બીસી ખંડૂરીનો પુત્ર કોંગ્રેસમાં થયો સામેલ, જાણો વિગત
વડોદરામાં વગર વરસાદે પડ્યો 25 ફૂટનો ભુવો, જુઓ વીડિયો
નામ લીધા વગર PM મોદી પર પ્રિયંકાનો હુમલો, કહ્યું, '70 વર્ષના રટણની એક્સપાયરી ડેટ છે'