નવી દિલ્હીઃ પૂર્વ ક્રિકેટર અને થોડા દિવસો પહેલા ભાજપમાં સામેલ થયેલા તથા પૂર્વ દિલ્હીના ઉમેદવાર  ગૌતમ ગંભીરે એબીપી ન્યૂઝના શિખર સંમેલનમાં કહ્યું કે, પીએમ મોદી પાસે દેશનું વિઝન છે અને મને તેના પર ભરોસો છે. હું માત્ર ટ્વિટર પર સેંસેશન બનવા નહોતો માંગતો પરંતુ દેશ સેવા માટે રાજનીતિમાં આવ્યો છું.


હું ખોટા વાયદા કરવા માટે રાજનીતિમાં નથી આવ્યો અને જે લોકો આ પ્રકારના વાયદા કરે છે કે દિલ્હીને લંડન બનાવી દઇશું તેઓ ખોટા છે.  આપણે દિલ્હીને પહેલા દિલ્હી બનાવીએ તેમાં જ આપણી સફળતા હશે. લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળે, સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળે, વીજળી, સડક વગેરે સુવિધાઓ સારી રીતે મળે તેવી અમારી કોશિશ હશે.

અરવિંદ કેજરીવાલ અંગે તેણે કહ્યું કે, જે લોકોએ સાડા ચાર વર્ષ પહેલા લોકોની ભાવના સાથે રમીને સત્તા હાંસલ કરી હતી તેમણે દિલ્હીને દગો દીધો છે. ક્યારેક તેઓ કહે છે તેમની પાસે ફંડિંગ નથી પરંતુ સમગ્ર દિલ્હીમાં તેમના હોર્ડિંગ જોવા મળી રહ્યા છે. કેજરીવાલ જે રીતે રાજનીતિ કરી રહ્યા છે તે દેશ માટે ઠીક નથી. તેના કરતાં કોંગ્રેસના સીએમ શીલા દીક્ષિતના 15 વર્ષમાં દિલ્હીનો વધારે વિકાસ થયો હતો.

ગંભીરે જણાવ્યું, હું બાહરી નથી. દિલ્હીમાં મારા પિતાનો 45 વર્ષથી કારોબાર છે. વિપક્ષ પાસે અન્ય કોઇ બહાનું નહોવાથી મને બાહરી કહીને તેઓ લોકોનું ધ્યાન ભટકાવવાની કોશિશ કરી રહ્યા છે.

દિગ્વિજયસિંહની રેલીમાં લાગ્યા મોદી-મોદીના નારા, જાણો પછી શું થયું

અલ્પેશ-પબુભાને MLA પદેથી દૂર કરવા વિધાનસભા અધ્યક્ષ સાથે મુલાકાત પછી ચાવડાએ શું કહ્યું? જુઓ વીડિયો