આ જાણીતા ઉદ્યોગપતિએ પત્ની સાથે અમદાવાદમાં કર્યું વોટિંગ, મોદીના છે ખાસ
abpasmita.in | 23 Apr 2019 05:55 PM (IST)
લોકશાહીના મહાપર્વમાં યુવાનો, ઉદ્યોગપતિ, વૃદ્ધો, ક્રિકેટરોએ કર્યું ઉત્સાહભેર મતદાન
અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2019ને લઇ ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 26 બેઠકો પર વોટિંગ થઈ રહ્યું છે. લોકશાહીના મહાપર્વમાં યુવાનો, ઉદ્યોગપતિ, વૃદ્ધો, ક્રિકેટરો દ્વારા ઉત્સાહભેર મતદાન કરવામાં આવ્યું હતું. જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પત્ની સાથે અમદાવાદમાં વોટિંગ કર્યા બાદ તસવીર ટ્વિટર પર શેર કરી હતી. અદાણીને વડાપ્રધાન મોદીના ખાસ માનવામાં આવે છે. આજે બપોરે અમદાવાદમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે પણ વોટિંગ કર્યું હતું. જે બાદ તેણે આ અંગેની તસવીર ટ્વિટર પર અપલોડ કરી હતી. PM નરેન્દ્ર મોદીએ સામાન્ય વ્યક્તિની જેમ અમદાવાદમાં કર્યું મતદાન, જાણો વિગત કન્નૂરમાં VVPAT મશીનમાં નીકળ્યો સાપ, થોડા સમય માટે મતદાન અટક્યું લોકસભા 2019 : ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે રાજકોટમાં કર્યું મતદાન, જુઓ વીડિયો