સુરેન્દ્રનગરઃ લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કાના મતદાન 23 એપ્રિલના રોજ યોજાશે. જેના પ્રચાર પડઘમ આવતીકાલે સાંજે 5 વાગ્યાથી બંધ થઈ જશે. ગુજરાતની પણ તમામ 26 સીટો પર મંગળવાર, 23 એપ્રિલના રોજ વોટિંગ યોજાશે. રાજ્યમાં ફરી ભાજપ 26માંથી 26 બેઠકો જીતે માટે વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિત તમામ નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.


મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ છેલ્લા થોડા દિવસોથી સતત ચૂંટણી સભાને સંબોધી રહ્યા છે. આ દરમિયાન આજે સાંજે તેમની તબિયત અચાનક લથડી હતી. જેને લઇ સુરેન્દ્રનગરનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી વિજય રૂપાણીને હેલિકોપ્ટરમાંથી ઉતરતા વોમિટિંગ થવા લાગ્યું હતું. જેના પગલે તેમને સારવાર આપવામાં આવી હતી. અને વધારે તબિયત ન બગડે તે માટે તેમનો સુરેન્દ્રનગરનો પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો હતો.

સપા-બસપાના માત્ર ઝંડા અલગ છે, દાનત એક જેવી: પીએમ મોદી

PM મોદીની બાયોપિક બાદ હવે વેબ સીરિઝ પર ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ, જાણો વિગત

IPL 2019: રાજસ્થાન રોયલ્સે કેપ્ટન તરીકે અજિંક્ય રહાણેની કરી હકાલપટ્ટી, જાણો કોને બનાવ્યો નવો કેપ્ટન