લખનઉઃ લોકસભા ચૂંટણીને લઇ વડાપ્રધાન મોદીએ ઉત્તરપ્રદેશના એટામાં જનસભા સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં યુપીમાં કોઇ ધડાકો નથી થયો. લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કાના મતદાનથી સ્પષ્ટ થઈ ચુક્યું છે કે યુપીમાં સપા-બસપા અને રાલોદના ગઠબંધનની આશાઓ ખતમ થઈ ચુકી છે. જ્યારે દેશની સુરક્ષાની વાત આવે છે ત્યારે ઉત્તરપ્રદેશ જડબાતોડ જવાબ આપે છે. ઉત્તરપ્રદેશના લોકો તેમના ભવિષ્ય અને દેશને મજબૂત બનાવતી સરકાર પસંદ કરે છે.


2014માં જ્યારે હું અહીંયા આવ્યો હતો ત્યારે આના ચોથા ભાગના લોકો પણ આવ્યા નહોતા. આજે ચાર ગણા લોકો આવ્યા છે. ચૂંટણીનું પરિણામ નક્કી થઈ ગયું છે. પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓને માર્યા, તમને ગર્વ થયું, તમારી છાતી ગજગજ ફૂલી. જ્યારે આપણા સૈનિકો ત્યાં બોંબ ફેંકતા હતા ત્યારે તમને ખુશી થઈતી કે નહોતી થઈ ? યુપીએ મને સાસંદ બનાવ્યો, ઉત્તરપ્રદેશે મને પ્રધાનમંત્રી બનાવ્યો તેથી મને ઉત્તરપ્રદેશના લોકોના આ ફેંસલા પર ગર્વ છે.


વડાપ્રધાને કહ્યું કે, ખોટા વાયદા કરનારા, ખોટી મિત્રતા કરનારા લોકોનું સત્ય તમે સારી રીતે જાણો છો. એક દોસ્તી યુપી ચૂંટણી વખતે થઈ હતી, ચૂંટણી ખતમ-દોસ્તી ખતમ. એક દોસ્તી ફરી થઈ છે, પરંતુ તેન તૂટવાન તારીખ પણ નક્કી છે. આ નકલી દોસ્તી તૂટવાની તારીખ તમને જણાવું ? 23 મેના રોજ આ નકલી દોસ્તી ફરીથી તૂટી જશે.


પીએમ મોદીએ એમ પણ કહ્યું કે, સપા-બસપાના માત્ર ઝંડા જ અલગ છે, પરંતુ દાનત એક જેવી છે. બુઆના સમયમાં થયેલો ભ્રષ્ટાચાર અને બબુઆના શાસનમાં દલિતો પર થયેલો અત્યાર બધાએ જોયો જ છે.  દલિતો પર અત્યાચાર કોણ કરતું હતું, તેમ હું પૂછી લઇશ તો બહેન માયાવતીજી માટે મુશ્કેલી ઉભી થઈ જશે. તેમને મુશ્કેલ ફેંસલાના ફરી યાદ આવી જશે. આજે વોટ પણ તે અત્યાચાર કરનારા માટે માંગી રહી છે.




PM મોદીની બાયોપિક બાદ હવે વેબ સીરિઝ પર ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ, જાણો વિગત

મહિલાઓ પર વિવાદિત ટિપ્પણી મામલે હાર્દિક પંડ્યા-લોકેશ રાહુલને કેટલા રૂપિયાનો ફટકાર્યો દંડ? આંકડો જાણીને ચોંકી જશો