અમદાવાદ: લોકસભા ચૂંટણી દરમિયાન રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચૂંટણી તંત્ર તથા જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા આગોતરા પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ અંગે રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી ડો. એસ. મુરલી ક્રિષ્નાએ જણાવ્યું હતું કે રાજ્યભરમાંથી ૫૬,૯૨૫ પરવાનેદાર હથિયાર ધારકો પૈકી ચૂંટણીઓ જાહેર થયા બાદ રાજ્યમાં ૪૯,૪૫૮ જેટલાં હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવાયા છે. તેમજ રાજ્યમાં ચૂંટણીની જાહેરાત પછી તકેદારીનાં ભાગરૂપે ૩૩,૪૩૧ બિનજામીનપાત્ર વોરંટ બજાવવામાં આવ્યા છે. જ્યારે ૧,૧૨,૩૦૫ વ્યક્તિઓ સામે વિવિધ સીઆરપીસી એક્ટ હેઠળ અટકાયતી પગલાં લેવાયા છે.


ડૉ એસ. મુરલી કૃષ્ણાએ કહ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ચૂંટણી ખર્ચ માટે જિલ્લા કક્ષાએ ચૂંટણી તંત્રને સજ્જ કરાયું છે. દરેક જિલ્લામાં ચૂંટણી ખર્ચના એક નોડલ અધિકારી અને વિવિધ ટીમની રચના કરાઈ છે. ચૂંટણી જાહેરનામાની તારીખથી એટલે કે તા. ૨૮.૦૩.૨૦૧૯થી સમગ્ર રાજયમાં ૬૩૯ જેટલી સ્ટેટીક સર્વેલન્સ ટીમ અને ૨૦૮ જેટલા મદદનીશ ખર્ચ નિરીક્ષકની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

ચૂંટણી ખર્ચ નિયંત્રણ માટે નિમાયેલ વિવિધ ટીમ અને રાજય આબકારી અને નશાબંદી વિભાગ દ્વારા કુલ ૪.૯૦ કરોડનો ૧.૮૧ લાખ લિટર દારૂ જપ્ત કરાયેલ છે. આવકવેરા વિભાગે ૧.૦૩ કરોડ રોકડ જપ્ત કરેલ છે. જેમાથી ૪૪.૭૦ લાખ સૂરત અને ૫૮.૩૦ લાખ અમદાવાદ માથી જપ્ત થયેલ છે. ફ્લાઈંગ સ્ક્વોડને તપાસ દરમિયાન (વલસાડ જિલ્લામાં) મળી આવેલ રકમ રૂ. ૧૯.૮૭ લાખ બાબતે આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી પ્રગતિમાં છે.

અમેઠીમાં પ્રિયંકા ગાંધીનો હુંકાર, કહ્યું- આ વખતે ભાઈ રાહુલ જ બનશે પ્રધાનમંત્રી

નીરવ મોદીના પેન્ટિંગની હરાજીથી IT વિભાગને કેટલા કરોડ મળ્યા ? જાણો વિગત

જેલની સજા કાપીને બહાર આવ્યો આ જાણીતો કોમેડિયન, કહ્યું-લોકોએ મારા ભરોસાનો દુરુપયોગ કર્યો

કેન્દ્રીય મંત્રી હરીભાઈ ચૌધરીને ભાજપે ન આપી ટિકીટ, હરીભાઈએ શું કહ્યું? જુઓ વીડિયો