નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કાનું 6 મેના રોજ મતદાન યોજાશે. જેમાં સાત રાજ્યોની 51 બેઠકો પર વોટિંગ થશે. ADRના રિપોર્ટ પ્રમાણે કોંગ્રેસ નેતા શત્રુધ્ન સિંહાની પત્ની અને લખનઉથી એસપી ઉમેદવાર પૂનમ સિંહા સૌથી ધનિક ઉમેદવાર છે.


એડીઆરના રિપોર્ટ પ્રમાણે, લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 668માંથી 184 ઉમેદવારોની સંપત્તિ એક કરોડ રૂપિયા કે તેથી વધારે છે. તેમાં સૌથી વધારે ઉમેદવારો ભાજપના છે. પાંચમા તબક્કામાં ચૂંટણી મેદાનમાં ત્રણ ઉમેદવારોએ તેમની સંપત્તિ શૂન્ય જણાવી છે.

કરોડપતિ ઉમેદવારોને ટિકિટ આપવાના મામલે બીજેપી સૌથી આગળ છે. તેના 48માંથી 38 ઉમેદવારો કરોડપતિ છે. કોંગ્રેસ આ મામલે બીજા નંબર પર છે અને તેના 45માંથી 32 ઉમેદવારો કરોડપતિ છે. બીએસપીના 33 ઉમેદવારોમાંથી 17 અને એસપીના 9માંથી 8 ઉમેદવારો કરોડપતિ છે. અપક્ષના 252 ઉમેદવારોમાંથી 31 ઉમેદવારોએ એક કરોડ રૂપિયાથી વધારે સંપત્તિ જાહેર કરી છે.

પૂનમ સિંહાએ 193 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે અને તે પાંચમા તબક્કાની મતદાનની સૌથી ધનિક ઉમેદવાર છે. જે બાદ સીતાપુરથી પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર વિજય કુમાર મિશ્રા 177 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે બીજા સ્થાને અને હજારીબાગથી ભાજપના ઉમેદવાર જયંત સિંહા 77 કરોડની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે.

અમિતાભના બંગલા પર બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનનો ચાલી શકે છે હથોડો, જાણો કેમ

ગીરગઢડાની શાળા અને મંદિરમાં લટાર મારતો સિંહનો વીડિયો આવ્યો સામે