મૂળ વલસાડની યુવતીની બેંગ્લોરની એન્જિનિયરિંગ કોલેજમાં ધાતકી હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનામાં 5 દિવસ બાદ યુવતીનો મૃતદેહ વલસાડ પહોંચ્યો હતો. યુવતીનો મૃતદેહ વલસાડ પોતાના ઘરે આવતાં જ પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. જોકે યુવતીની કયા કારણોસર હત્યા કરવામાં આવી તે જાણી શકાયું નથી. આ બાબતે બેંગ્લોર પોલીસ તપાસ કરી રહી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વલસાડના હર્ષદભાઈને પોતાના ફેમિલીમાં ત્રણ દીકરીઓ છે, જેમાંથી મોટી પુત્રી વૃત્તિ પટેલ બેંગલોરમાં રહીને જેએમઈનો અભ્યાસ કરતી હતી. તે એન્જિનિયરિંગના હોસ્ટેલમાં રહેને અભ્યાસ કરતી હતી. પરંતુ કોઈક કારણોસર 5 દિવસ પહેલા તેની કોઈએ હત્યા કરી નાંખી હતી.
આજે 5 દિવસ બાદ તેનો મૃતદેહ વલસાડ આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. વલસાડની યુવતીનો મૃતદેહ બેંગલોરથી વિમાન મારફતે લાવવામાં આવ્યો હતો. આ અંગે પરિવારે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આ બાબતની તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. જોકે, વૃત્તિની હત્યા કયા કારણોસર થઈ અને કોણે કરી તે અંગે કારણ હજી અકબંધ છે.
બેંગ્લોરની એન્જિનિયરિંગ કોલેજમાં ગુજરાતી યુવતીની રહસ્યમય સંજોગોમાં હત્યા, જાણો વિગત
abpasmita.in
Updated at:
03 May 2019 02:11 PM (IST)
વલસાડની યુવતીની બેંગ્લોરની એન્જિનિયરિંગ કોલેજમાં ધાતકી હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનામાં 5 દિવસ બાદ યુવતીનો મૃતદેહ વલસાડ પહોંચ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -