નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. વોટિંગ દરમિયાન નોઇડાના સેક્ટર-15એ સ્થિત પોલિંગ બૂથમાં નમો ફૂડ્સ લખેલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ફૂડ પેકેટ પોલીસ જ લઈને આવી હતી. જોકે આ ફૂડ પેકેટ્સને ડીએમે આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું નહોતું.



ગૌતમબુદ્ધ નગરના વરિષ્ઠ પોલીસ અધિકારી વૈભવ કૃષ્ણએ સત્તાવાર નિવેદન બહાર પાડીને કહ્યું કે, રાજકીય પક્ષો દ્વારા પોલીસ કર્મચારીઓને ફૂડ પેકેટ્સ વહેંચવામાં આવતા હોવાના અહેવાલ ખોટા છે. સ્થાનિક સ્તરેથી કેટલાક ફૂડ પેકેટ નમો ફૂડ શોપ પરથી આવ્યા છે, નહીં કે કો રાજકીય પાર્ટીમાંથી. કેટલાક લોકો ખોટી અને રાજનીતિથી પ્રરિત અફવા ફેલાવી રહ્યા છે. ઉપરાંત કોઇ વિશેષ ફૂડ આઉટલેટમાંથી ભોજન ખરીદવાનો સત્તાવાર આદેશ આપવામાં આવ્યો નથી.

મોદી, BJPનું નામ લીધા વગર બાબા રામદેવે કહ્યું, ચિત્ર સારું છે, પરિણામ પણ સારું જ આવશે

સ્મૃતિ ઇરાનીએ ઉમેદવારી પત્ર ભરતાં પહેલા કરી પૂજા, જુઓ તસવીરો

મધુ શ્રીવાસ્તવે ફરીથી શું આપ્યું વિવાદિત નિવેદન? જુઓ વીડિયો