અમદાવાદઃ મંગળવાર, તા. 23 એપ્રિલના રોજ ગુજરાતની લોકસભાની 26 બેઠકોના 371 ઉમેદવારોનું ભાવિ 4.51 કરોડ મતદાન નક્કી કરશે. રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મતદાન મથકો પર પેરામિલ્ટ્રી ફોર્સથી માંડીને CRPF અને SRPને તેનાત રખાશે. રાજ્યના કુલ 51 હજાર 851 મતદાન મથકો પર આવતી કાલે મતદાન થશે. જે માટે શહેરી વિસ્તારમાં 17 હજાર 430 મતદાન મથકો અને ગ્રામ્ય વિસ્તારમાં 34 હજાર 421 મતદાન મથકોની વ્યવસ્થા કરાઇ છે.
મુખ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલીક્રિષ્નને મતદારો અને મતદાન મથક સહિતની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, 26 લોકસભા બેઠક માટે 4,51,52,373 મતદારોમાં 2,34,28,119 પુરુષ મતદારો, 2,16,96,571 મહિલા મતદારો, 990 થર્ડ જેન્ડર, સેવા મતદારો 26,693, 1,68,054 દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે.
ઉપરાંત 17,430 મતદાન મથકો શહેરી અને 34,421 ગ્રામ્ય સહિત કુલ 51,851 મતદાન મથકો પર મતદાન યોજાશે. સાથે જ 2,33,775 પોલીસ કર્મીઓ તેનાત રહેશે. મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂરી કરવામાં આવી છે.
કાળઝાળ ગરમીના કારણે મતદાન બપોરના 1થી 5 સુધી ઘટવાની શક્યતાઓ છે. જેની સામે સવારથી મતદારોની લાંબી લાઈનો લાગશે. ગુજરાતમાં આવતીકાલે ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરી જાય તેવી આગાહી છે ત્યારે રાજકીય પક્ષો અને ઉમેદવારોમાં ઓછા મતદાનનો ભય છે.
લોકસભા ચૂંટણીઃ ગુજરાતની 26 બેઠકો પર કેટલા ઉમેદવારો વચ્ચે જામશે જંગ ? જાણો વિગત
વારાણસીમાં PM મોદીના રોડ શોમાં સામેલ થશે 6 રાજ્યના મુખ્યમંત્રી, એક ડઝન કેન્દ્રીય મંત્રી