નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના પ્રથમ તબક્કાના મતદાનના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોયંબટૂરમાં ચૂંટણી સભાને સંબોધી હતી. જેમાં તેમણે પ્રથમ વખત મત આપતા યુવા મતદારોને ખાસ અપીલ કરી હતી.

વડાપ્રધાન મોદીએ પ્રથમ વખત મતદાન કરતાં યુવાઓને કહ્યું કે, જે રીતે કોઇ વ્યક્તિ તેમનો પહેલો પગાર કોઈ સારા કામમાં સમર્પિત કરે છે તેમ હું અપીલ કરું છું કે તમે પણ તમારા પ્રથમ વોટનો ઉપયોગ એક સારા ભવિષ્યના નિર્માણ અને મોટા કામ માટે કરો.


કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલાએ કહ્યું, 'પરબત પટેલને નહીં મોદીને મત આપજો'