IPL 2019: કોલકાતાએ ચેન્નઈને મેચ જીતવા આપ્યો 109 રનનો લક્ષ્યાંક, રસેલના અણનમ 50 રન
abpasmita.in | 09 Apr 2019 08:01 PM (IST)
આઈપીએલ 2019ની 23મી મેચમાં લકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો.
નવી દિલ્હીઃ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 108 રન બનાવ્યા હતા. કેકેઆરની શરૂઆત નબળી રહી હતી અને 9 રનમાં જ 3 વિકેટ ગુમાવી દીધી હતી અને સ્કોર 50 રનને પાર થાય તે પહેલા 6 બેટ્સમેનો પેવેલિયન ભેગા થઈ ગયા હતા. પરંતુ તે બાદ આંદ્રે રસેલે પૂંછડિયા બેટ્સમેનોની મદદથી સ્કોર રન સુધી પહોંચાડ્યો હતો. રસેલે 44 બોલમાં અણનમ 50 રન ફટકાર્યા હતા. સીએસકે તરફથી દીપક ચહરે 3, હરભજન સિંહ અને ઇમરાન તાહિરે 2-2 તથા રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ ઝડપી હતી. બંને ટીમના કેપ્ટન વિકેટકિપર બેટ્સમેન છે. બંને ટીમો આ પ્રમાણે છે. CSKvKKR: દિનેશ કાર્તિકને આઉટ કરતાં જ ઇમરાન તાહિરે અનોખા અંદાજમાં મનાવ્યો જશ્ન, જુઓ વીડિયો