ઓડિશાના CM નવીન પટનાયકે PM મોદીને પોતાના શપથગ્રહણ સમારોહ માટે આપ્યું આમંત્રણ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Apr 2019 10:32 PM (IST)
બાલાસોર સંસદીય ક્ષેત્રમાં રેલીને સંબોધન કરતા પટનાયકે કહ્યું કે પહેલા ત્રણ તબક્કામાં તેમની પાર્ટીએ પર્યાપ્ત મત મેળવી લીધાં છે. જેનાથી તેઓ રાજ્યમાં પોતાની સરકાર બનાવી શકશે.
ભુવનેશ્વર: ઓડિશામાં બીજૂ જનતા દળ(બીજેડી)ની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા પાર્ટી અધ્યક્ષ અને મુખ્યમંત્રી નવીન પટનાયક ચૂંટણી પરિણામ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે બુધવારે આમંત્રણ આપી દીધું છે. ઓડિશામાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી એક સાથે ચાર તબક્કામાં યોજાઈ રહી છે. બાલાસોર સંસદીય ક્ષેત્રમાં રેલીને સંબોધન કરતા પટનાયકે કહ્યું કે પહેલા ત્રણ તબક્કામાં તેમની પાર્ટીએ પર્યાપ્ત મત મેળવી લીધાં છે. જેનાથી તેઓ રાજ્યમાં પોતાની સરકાર બનાવી લેશે. આ સંસદીય સીટ પર 29 એપ્રિલે ચૂંટણી યોજાવાની છે. 23 મે ના રોજ ચૂંટણી પરિણામ આવશે. PM મોદીના ઈન્ટરવ્યૂ પર રાહુલ ગાંધીનો કટાક્ષ, કહ્યું- ‘હકીકત રૂબરૂ હોય તો અદાકારી નથી ચાલતી’ ગુરદાસપુરથી સની દેઓલને ટિકિટ મળવાથી સ્વ. વિનોદ ખન્નાની પત્ની અકળાઇ, જાણો શું કહ્યું નવીન પટનાયકે કહ્યું કે, “મંગળવારે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે બીજેડીની સરકાર સત્તામાં જાય ત્યાર બાદ ઓડિશાની યાત્રા કરશે. પટનાયકે કહ્યું, બીજેડીને પ્રથમ ત્રણ તબક્કામાં બહુમત મળી ચૂકી છે. હું મોદીજીને બીજેડી સરકારના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે વિનમ્રતાથી આગ્રહ કરું છું ” મમતા દીદી દર વર્ષે એક-બે કૂર્તા-મીઠાઇ મોકલે છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી