5 વર્ષ પહેલા જ્યારે મેં તમારી પાસે આશીર્વાદ માંગ્યા હતા ત્યારે તમે અઢળક પ્રેમ આપ્યો હતો. મેં કહ્યું કે તમારા પ્રેમને વ્યાજ સહિત પરત કરીશ અને જે કામ કર્યું છે તેનો હિસાબ આપીશ અને બીજાનો હિસાબ પણ માંગીશ. એક બાજુ દમદાર ચોકીદાર છે તો બીજી તરફ દાગદારોની ભરમાર છે. સર્જિકલ સ્ટ્રાઇકનું સાહસ પણ ચોકીદારની સરકારે જ કર્યું છે. વન રેંક વન પેન્શનનો વાયદો પણ અમારી સરકારે પૂરો કર્યો.
રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં પીએમ મોદીએ કહ્યું કે, જે લોકો 70 વર્ષ સુધી દેશના ગરીબોનું બેંકમાં ખાતું ખોલાવી શક્યા નહોતા તે લોકો આજે કહે છે કે અમે તમારા ખાતામાં રૂપિયા નાંખીશું. આજે એક તરફ નવા ભારતના સંસ્કાર છે તો બીજી તરફ વંશવાદ અને ભ્રષ્ટાચારનો વિસ્તાર છે. જ્યારે હું 8-10 વર્ષનો હતો ત્યારે સાંભળતો કે સરકાર ગરીબી હટાવવાની વાત કરી રહી છે. જ્યારે 20-22 વર્ષનો થયો ત્યારે ઇંદિરા ગાંધી પણ કહેતા હતા કે ગરીબી હટાવીશું. તે પછી ચાર-ચાર પેઢીઓ પણ આ વાત કરતી રહી. તેઓ તો આગળ વધતા રહ્યા પરંતુ ગરીબ, ગરીબ જ રહ્યો.
કેટલાક બુદ્ધિમાન લોકો એવા છે જ્યારે હું ગઈકાલે A-SATની વાત કરતો હતો ત્યારે તેઓ મૂંઝાઈ ગયા. સમજ્યા કે હું થિયેટરના સેટની વાત કરી રહ્યો છું. હવે આવા બુદ્ધિમાન લોકો પર હસવું કે રડવું, જેમને થિયેટરના સેટ અને અંતરિક્ષમાં એન્ટી સેટેલાઇટ મિશન A-SATની સમજ નથી.
જમીન હોય કે આકાશ કે પછી સર્જિકલ સ્ટ્રાઇકનું સાહસ, તમારા આ ચોકીદારની સરકારે કર્યું છે. જે લોકો પહેલા ચોકીદારને પડકારતા હતા તે લોકો આજકાલ રડી રહ્યા છે અને કહી રહ્યા છે કે મોદીએ આ શું કર્યું ? દિલ્હીમાં જ્યારે મહામિલાવટી લોકોની સરકાર હતી ત્યારે દેશના વિવિધ ખૂણામાં બોંબ ધડાકા થતા હતા. તેઓ આંતકીઓની જાતી જોતા હતા અને તેના આધારે બચાવવો કે સજા કરવી તે નક્કી કરતા હતા. 26 ફેબ્રુઆરીએ જ્યારે આપણી સેનાએ એરસ્ટ્રાઇક કરી તેમાં જો કોઈ ચૂક થઈ હોત તો આ લોકો મારું રાજીનામું માંગી લેત, પૂતળા બાળત. હું 130 કરોડ દેશવાસીઓને પૂછવા માંગુ છું કે આપણે સબૂત જોઈએ કે સપૂત. જે લોકો સબૂત માંગે છે તેઓ સપૂતને લલકારે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, જે પાર્ટીના નેતાઓને જેલ મોકલવા માટે બહેનજીને જીવનના બે દાયકા લાગી ગયા તેની સાથે જ તેમણે હાથ મેળવી લીધા. જે પક્ષના નેતાને ગેસ્ટ હાઉસમાં ખતમ કરી દેવા ઇચ્છતા હતા હવે તેઓ સાથી થઈ ગયા. યુપીમાં બધું ખૂબ ઝડપથી થઈ રહ્યું છે. ગત ચૂંટણીમાં બે છોકરાઓની રમત જોઈ અને હવે બુઆ-બબુઆની રમત થઈ. આ પણ મોટું આશ્ચર્ય છે. આ લોકો હંમેશા ભારતને નબળું બનાવીને રાખવા ઇચ્છે છે. કોના ઈશારે કોને ફાયદો પહોંચાડવા તમે આમ કરી રહ્યા છો તે હું જાણવા ઈચ્છુ છું.
સપાનો ‘સ’, આરએલડીનો ‘ર’ અને બસપાનો ‘બ’શબ્દોને ભેગા કરીને આ ત્રણેય પક્ષોની તુલના શરાબ સાથે કરી પીએમ મોદીએ કહ્યું કે, આ શરાબ યુપીના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સારા સ્વાસ્થ્ય અને શ્રેષ્ઠ ભારત માટે શરાબથી બચવું જોઈએ.
લોકસભા ચૂંટણીઃ ભાજપની મહિલા ઉમેદવારે કહ્યું, કોઈ ગુંડાગીરી કરે તો ડરતા નહીં, હું તેનાથી પણ મોટી ગુંડી બની જઈશ
1 એપ્રિલથી શેરબજારમાં થશે મોટો ફેરફાર, હવે આ રીતે જ થશે ટ્રાન્ઝેક્શન, જાણો વિગતે