લોકસભા ચૂંટણીઃ PM મોદીનું મહાપ્રચાર અભિયાન આજથી શરૂ, જાણો ક્યાં કરશે પ્રથમ રેલી
abpasmita.in | 28 Mar 2019 10:04 AM (IST)
નવી દિલ્હીઃ બે સપ્તાહ બાદ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મદતાન થવાનું છે, ભાજપ 2014નો ઈતિહાસનું પુનરાવર્તન માટે મેદાનમાં ઉતરશે અને તેના સૌથી મોટા સ્ટાર પ્રચારકે મેદાનમાં એન્ટ્રી મારી છે. આજ ખુદ પીએમ મોદી ભાજપ માટે ત્રણ રાજ્યોમાં ત્રણ રેલી કરીને વોટ માગશે. આ ત્રણ જગ્યા પર પ્રથમ તબક્કા માટે 11 એપ્રિલે મતદાન થશે. પ્રધાનમંત્રી મોદીની આજે પ્રથમ રેલી પશ્ચિમી યૂપીના મેરઠમાં થશે, બીજી રેલી ઉત્તરાખંડના રુદ્રપુરમાં થશે અને ત્રીજી અને અંતિમ રેલી જમ્મૂમાં થશે. પીએમ મોદી આવતીકાલે ઓડિશાના કોરાપુટ, તેલંગાનાના મહબૂબનગર અને આંધ્રપ્રદેશના કરનૂલમાં રેલીઓ કરશે. આ તમામ જગ્યાઓ પર પણ પ્રથમ તબક્કા માટે 11 એપ્રિલે વોટિંગ થશે.