આ પહેલા કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને ચૂંટણી અભિયાન સમિતિના ચેરમેન અખિલેશ પ્રસાદ સિંહે મંગળવારે પટણામાં એક પત્રકાર પરિષદ દરમિયાન શત્રુઘ્ન સિંહાના કોંગ્રેસમાં સામેલ થવાના અહેવાલોને સમર્થન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહમાં બિહાર એનડીએએ ૪૦ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. તેમાં પટણા સાહેબથી શત્રુઘ્ન સિંહાને બદલે રવિશંકર પ્રસાદને ટિકિટ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ૨૦૧૪માં નરેન્દ્ર મોદીની સરકાર રચાયા પછી સિંહા સતત ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નિવેદનો આપતા રહ્યાં હતાં.
છેલ્લા કેટલાક દિવસોમાં સિંહાએ રાફેલ મુદ્દે વડાપ્રધાન મોદીને સીધા જ નિશાન બનાવ્યા હતાં અને રફાલ સમજૂતીમાં તેમની સંડોવણી અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતાં. સિંહા ભાજપ છોડવાનો ઇશારો આપતા ટ્વિટર પર જણાવ્યું હતું કે 'મોહબ્બત કરનેવાલે કમ ન હોગે, તેરી મેહફિલ મેં લેકિન હમ ન હોંગે'.