સુરતઃ લોકસભાની ચૂટણીની જાહેરાત થયા બાદ ઉમેદવારી ફોર્મ ભરવાનું આજે ગુરુવારથી શરૂ થનાર છે. જ્યારથી ઉમેદવારોના નામ જાહેર થયા છે ત્યારથી પોસ્ટર યુદ્ધ શરુ થયું છે. પોતાના માનીતા ઉમેદવારોના નામ જાહેર ન થતાં જેતે સમાજના લોકો નારાજ થયા છે. સુરત બેઠક પર ભાજપ-કોંગ્રેસ ઉમેદવાર હજુ સુધી જાહેર નથી કર્યા. જેને લઇ પાટીદાર વસ્તી ધરાવતા વિસ્તારોમાં પાટીદાર નેતાના સમર્થનમાં બેનરો લાગ્યા હતા. બેનરમાં બંને પક્ષોને પાટીદાર નેતાને ટિકિટ આપવાનું લખવામાં આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે સુરતમાં લોકસભાના ઉમેદવાર માટે નાના વરાછા, કોપોદ્રા, હીરાબાગ,અમરોલી, સરથાણા, કતારગામ વિસ્તરામાં બેનરો લાગ્યા છે. બેનરમાં પાટીદાર સિવાય અન્યને ટિકિટ આપવી નહીં એવું સાફ સાફ લખ્યું છે. જો પાટીદાર સિવાયને ટિકિટ આપવામાં આવશે તો ક્રોસ વોટિંગની ધમકી બેનરમાં આપી હતી.
બેનરમાં કોઇપણ પક્ષ પાટીદાર નેતાને ટિકિટ આપશે એ પક્ષ સાથે પાટીદાર સમાજ ઊભો રહેવાનું જણાવ્યું છે. બેનરમાં લખ્યું છે કે, 'સુરત લોકસભાના ઉમેદવાર તરીકે પાટીદાર સમાજમાંથી કોઇપણ પક્ષ ટિકિટ આપશે તેની સાથે પાટીદાર સમાજ રહેશે.'
‘પ્રિયંકા ગાંધી પહેલા માર્કેટમાં આવી હોત તો તેને મારી ફિલ્મમાં હીરોઇન બનાવી દેત’, જાણો કોણે આપ્યું આવું વિવાદાસ્પદ નિવેદન
IPL 2019: કોલકાતા-પંજાબની મેચમાં બોલરની ભૂલ ન હોવા છતાં એમ્પાયરે આપ્યો નો બોલ, જાણો શું છે મામલો