મુંબઈઃ આજે મુંબઈમાં કોંગ્રેસના બે દિગ્ગજ નેતાએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. તાજેતરમાં જ કોંગ્રેસમાં સામેલ થનારી બોલીવુડ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર નોમિનેશન ફાઇલ કરવા પહોંચી ત્યારે તેનો ડ્રેસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ઉર્મિલાને કોંગ્રેસ ઉત્તર મુંબઈ સીટ પરથી ઉમેદવાર જાહેર કરી છે.



2014 લોકસભા ચૂંટણીમાં મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરુપમે આ સીટ પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઉર્મિલા 27 માર્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને કોંગ્રેસમાં સામેલ થઈ હતી.



આજે પ્રિયા દત્તે પણ ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેના સાથે ભાઈ સંજય દત્ત પણ હાજર હતો. પ્રિયા દત્તનો મુકાબલો આ વખતે ભાજપના ઉમેદવાર પૂનમ મહાજન સાથે છે. 2014ની ચૂંટણીમાં પ્રિયા દત્તની હાર થઈ હતી.