મુંબઈઃ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને શિવસેનામાં સામેલ થયેલી પ્રિયંકા ચતુર્વેદીને પાર્ટીમાં મોટી જવાબદારી મળી છે. શિવસેનાએ તેને પાર્ટીની ઉપનેતા બનાવી છે. પ્રિયંકા ચતુર્વેદી 19 એપ્રિલે ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં સામેલ થયા હતા.


ઉપનેતાની જવાબદારી મળ્યા બાદ પ્રિયંકા ચતુર્વેદીએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો આભાર માનતાં કહ્યું કે, મને એક સંગઠનાત્મક ભૂમિકા અને જવાબદારી આપવા માટે તમારો ખૂબ આભાર. તમે મને જે જવાબદારી સોંપી છે અને મારા પર વિશ્વાસ અને ભરોસો વ્યક્ત કર્યો છે તે તમામ અપેક્ષાઓ પર ખરી ઉતરવા માટે કાર્યરત રહીશે.


શિવસેનામાં પાર્ટી અધ્યક્ષના પદ બાદ નેતા અને ઉપનેતાનું પદ મહત્વપૂર્ણ છે. હાલ પાર્ટીમાં 12 નેતા અને 24 ઉપનેતા છે. પ્રિયંકા ચતુર્વેદીએ થોડા દિવસો પહેલા જ કોંગ્રેસનો હાથ છોડી દીધો હતો.

સની દેઓલની રેલીમાં ‘ગદર’નો ડાયલોગ ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ થા, ઝિંદાબાદ હૈ, ઝિંદાબાદ રહેગા ગૂંજ્યો’, જુઓ વીડિયો

IPL 2019: નિર્ણાયક તબક્કામાં જ CSKની વધશે મુશ્કેલી, આ બે દિગ્ગજ ખેલાડીઓ થયા બીમાર

અર્જુન એવોર્ડ માટે BCCIએ બે ગુજરાતી સહિત 4 ક્રિકેટરના નામની કરી ભલામણ, જાણો વિગત