અંબાલાઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ મોદીની તુલના દુર્યોધન સાથે કરતાં કહ્યું હતું કે, અહંકાર દુર્યોધનમાં પણ હતો અને તે નાશ પામ્યો હતો. આ ચૂંટણી કોઇ એક પરિવાર માટે નથી પરંતુ સમગ્ર દેશને બચાવવા માટે છે. દેશે અહંકારીને ક્યારેય માફ નથી કર્યા, આવો અહંકાર દુર્યોધનને પણ હતો. જ્યારે ભગવાન કૃષ્ણ તેને સમજાવવા ગયા ત્યારે દુર્યોધનને બંધક બનાવવાની કોશિશ કરી હતી. મોદી પર પ્રહાર કરતી વખતે રાષ્ટ્રકવિ દિનકરની કવિતા કૃષ્ણની ચેતવણીને પણ વાંચી હતી. ‘જબ નાશ મનુજ પર છાતા હૈ, પહલે વિવેક મર જાતા હૈ,  હરિને ભીષણ હુંકાર કિયા, અપના સ્વરૂપ-વિસ્તાર કિયા, ડગમગ-ડગમગ દિગ્ગજ ડોલે, ભગવાન કુપિત હોકર બોલે-જંજીર બઢા કર સાધ મુજે, હાં, હાં, દુર્યોધન! બાંધ મુજે.’


દુર્યોધન કોણ અને અર્જુન કોણ 23 મેના રોજ જનતા નક્કી કરશે, પ્રિયંકાના નિવેદન પર અમિત શાહનો પલટવાર