વારાણસીઃ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી 15 મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સસંદીય ક્ષેત્ર વારાણસીમાં રોડ શો કરશે. પ્રિયંકાના રોડ શો સાંજે 5 કલાકે શરૂ થશે અને વિશ્વનાથ મંદિરમાં ખતમ થશે. વારાણસીમાં લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં 19 મેના રોજ મતદાન થશે. આ પહેલા પીએમ મોદીએ વારાણસીથી ઉમેદવારી પત્ર ભરતી વખતે રોડ શો અને ગંગા આરતી કરી હતી.

પ્રિયંકા ગાંધી 15 મેના રોજ સાંજે 4 વાગ્યે વારાણસી પહોંચશે. રોડ શો ખતમ થયા બાદ પ્રિયંકા ગાંધી કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. કોંગ્રેસે અહીંયા અજય રાયને પીએમ મોદી સામે મેદાનમાં ઉતાર્યા છે. 2014ની લોકસભા ચૂંટણીમાં અજય રાય મોદી સાથે ડિપોઝિટ પણ બચાવી શક્યા નહોતા.

કાશીને ઓળખાણની કોઇ જરૂર નથી પરંતુ 2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભાજપ તરફથી પીએમ ઉમેદવાર નરેન્દ્ર મોદીએ અહીંથી ચૂંટણી લડવાની જાહેરાત કરતાં આ સીટ રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સમાચારમાં ચમકી હતી.

જાણીતા ગુજરાતી ગીત પર ડાન્સ કરતી જોવા મળશે બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, જાણો વિગત

IPL ફાઇનલ પહેલા હાર્દિક પંડ્યાએ કર્યો હુંકાર, ચેન્નાઈને આપી આવી ચેતવણી, જાણો વિગત

હિમાચલઃ હેલિકોપ્ટર બગડતાં પાઇલોટની મદદે આવ્યા રાહુલ ગાંધી, જુઓ વીડિયો