નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં નેતાઓના વિવાદાસ્પદ નિવેદનો અટકવાનું નામ જ નથી લઈ રહ્યા. બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના જલ્લાદ સાથે કરી હતી. મીડિયાએ જ્યારે તેમને પૂછ્યું કે પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને દુર્યોધન કહીને સંબોધિત કર્યા હતા તે અંગે તમે શું કહેશો? જેનો જવાબ આપતાં કહ્યું કે, તેણે દુર્યોધન કહીને ખોટું કર્યું. બીજી ભાષા બોલવી જોઇતી હતી. તે બધા જલ્લાદ છે, જલ્લાદ. જે પત્રકાર અને જજને મરાવી નાંખે છે. આવા આદમીનું મન અને વિચાર કેવા હશે, ખૂંખાર હશે.


ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ પર નિશાન સાધતા રાબડી દેવીએ એમ પણ કહ્યું, પ્રધાનમંત્રી આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. નાળાના કીડા છે બધા. જેડીયુ અને ભાજપ બધા નાળાના કીડા છે. પાંચ વર્ષ પહેલા 2014માં તેઓ વિકાસ લઇને આવ્યા હતા અને દેશનો વિનાશ કરવા જઇ રહ્યા છે.


ખોટા વાયદા માટે નહીં પણ દેશ સેવા માટે રાજનીતિમાં આવ્યોઃ ગૌતમ ગંભીર

દિગ્વિજયસિંહની રેલીમાં લાગ્યા મોદી-મોદીના નારા, જાણો પછી શું થયું